જાડેજાની સિદ્ધિમાં વધુ એક મોરપંખ, સૌથી વધુ સિક્સર મારવામાં ધુરંધરની કરી બરોબરી
Ravindra Jadeja WTC: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત મેચ રમાઈ રહી છે. દરેક ખેલાડી એકબીજાથી આગળ વધવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. ખેલાડીઓ પોતપોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ભારતના સ્ટાર ખેલાડી હવે રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બરાબરી પર પહોંચી ગયો છે. આજે અમે તમને જણાવીશું કે ટ્રેવિસ હેડની બરાબરી કર્યા પછી પણ રવિન્દ્ર જાડેજા કેવી રીતે આગળ વધી રહ્યો છે.
સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે બરાબરી
વર્ષ 2019માં ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. હાલ અત્યારે ત્રીજી સિઝન ચાલી રહી છે. જેની ફાઈનલ આવતા વર્ષ 2025માં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સિક્સર મારનાર બેટ્સમેન ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ છે. તેણે 48 મેચમાં 81 સિક્સર ફટકારી છે. ત્યારે આ યાદીમાં ભારતના રવિન્દ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ બરાબરી પર ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: વિરાટે અશ્વિન સામે માથું કેમ નમાવ્યું?
26 છગ્ગા ફટકાર્યા
રવિન્દ્ર જાડેજાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 32 મેચ રમી છે. જેમાં તેણે 47 ઇનિંગમાં 26 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. ટ્રેવિસ હેડએ 41 મેચની 67 ઇનિંગમાં આટલી જ સિક્સર ફટકારી છે આ સાથે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ 20 મેચની 33 ઇનિંગમાં જ આટલી સિક્સ ફટકારી છે. જેના કારણે હવે રવિન્દ્ર જાડેજા વધુ એક સિક્સ ફટકારશે તો તે આ બે કરતા આગળ નિકળી જશે. કારણ કે . રવિન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડ કરતાં ઓછી મેચ રમી છે અને તેની ઇનિંગ્સ પણ ઓછી છે. જેને ધ્યાનમાં રાખી એવું કહી શકાય કે તેના નામે આ રેકોર્ડ બની શકે છે.