July 2, 2024

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ સર જાડેજાના બહેન નયના બાની પ્રતિક્રિયા

T20 World Cup 2024: ICC ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ભારતે આપેલા 177 રનના લક્ષ્યમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 169 રન બનાવીને 7 રનથી મેચ હારી ગઈ હતી. આ દરમિયાન ગુજરાતના સર જાડેજાના નામથી પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.ત્યારે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા એ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

નયના બા જાડેજાએ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ખૂબ સારું લાગ્યું ભારત જીત્યું. મારા ભાઈનું પરફોમ્સ પણ ખૂબ સારું રહ્યું, બોલિંગ બેટિંગ અને ફિલ્ડિંગ પણ સારી કરી છે. કોઈ પણ પ્લેયરનું સપનું હોય છે કે તે જ્યારે મેચ રમે અને ટીમ વર્લ્ડ કપ જીતે. ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતીને આવી છે. ટીમના તમામ ખેલાડીઓ સાથે તેમના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

વધુમાં નયના બા જાડેજાએ કહ્યું કે, રવિન્દ્રએ રીટાયરમેન્ટ લેવું કે નહિં તે તેમનો અંગત નિર્ણય હશે. જો કે રવિન્દ્ર જ્યાં સુધી ફીટ છે ત્યાં સુધી હું તેમને ગ્રાઉન્ડમાં જોવા માંગુ છું.

ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છેલ્લે સુધી મનોબળ અકબંધ રાખ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ માત્ર 169 રન સુધી જ પહોંચી શકી હતી. આ મેચ દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.