November 22, 2024

RBIની મોટી જાહેરાત, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદ: આજે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા કોઈ મોટો ફેરફાર કરી શકે છે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને અત્યારે EMIમાં રાહત નહીં મળે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે સતત 7મી નાણાકીય નીતિ માટે રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે. અમે અત્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનો અર્થ એ છે કે તમને વર્તમાન EMIમાં રાહત નહીં મળે. મહત્વનું છેકે, RBIએ લાંબા સમયથી રેપો રેટમાં ઘટાડો કર્યો નથી.

સતત સાતમી વખત રાહત
નાણાકીય વર્ષ 24 ની છેલ્લી બેઠકમાં MPC એ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો હતો. SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકન બજારોમાં માળખાકીય ફેરફારો થઈ રહ્યા છે, જ્યાં બેરોજગારીનો દર ઓછો છે અને નોકરીની જગ્યાઓ વધુ છે.

આ પણ વાંચો: Rahul Gandhi: રાજનીતિના ‘રાહુ’લ, શેરબજારના બન્યા ગુરૂ

આંચકો ક્યારે લાગશે
રિપોર્ટ મુજબ હાલમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2025માં થાપણો અને ધિરાણ અનુક્રમે 14.5-15% અને 16.0-16.5% વધશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં જ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

ફોકસમાં રહેશે આ પરિબળો
બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યું કે આરબીઆઈ ફુગાવાના ડેટાનું કડકાઈથી પાલન કરશે. સેન્ટ્રલ બેંકે અનુમાન લગાવ્યું છે કે બીજા ક્વાર્ટરમાં ફુગાવો 5 ટકાથી ઓછો રહેશે. આવી સ્થિતિમાં ચોમાસાની સ્થિતિ સારી હોય તો વ્યાજદરમાં ઘટાડો થવાની આશા રાખી શકાય. ચોમાસાના આંચકા અને ખાદ્યપદાર્થોના ઊંચા ભાવને કારણે ફુગાવો વધુ પ્રેરિત થશે.

ફેબ્રુઆરીની પોલિસી મીટિંગમાં આરબીઆઈએ સીપીઆઈ દ્વારા માપવામાં આવેલ ફુગાવો નાણાકીય વર્ષ 2024 માટે 5.4 ટકા અને માર્ચ ક્વાર્ટરમાં 5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આગામી નાણાકીય વર્ષમાં સામાન્ય ચોમાસાની ધારણા પર આરબીઆઈ પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા, ત્રીજામાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહેવાની અપેક્ષા રાખે છે.

આ ક્ષેત્રને ફાયદો થશે
નવા નાણાંકીય વર્ષની પ્રથમ બેઠકથી જે સેક્ટર ખુશ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે તે બીજું કોઈ નહીં પણ રિયલ એસ્ટેટ છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોનો અંદાજ છે કે RBI રેપો રેટમાં ફરી કોઈ ફેરફાર નહીં કરે. મતલબ કે આરબીઆઈ વ્યાજ દરમાં વધારો નહીં કરે. જો કે, સામાન્ય લોકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે તેમને આ વધેલી મોંઘવારીમાં ક્યારે રાહત મળશે.