RCB પાસે છે આજે આ મોટો રેકોર્ડ બનાવવવાનો મોકો

Virat Kohli: આજે RCB અને CSK વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ટીમ એવી છે કે જેણે પોતાની પહેલી મેચ જીતી છે. હવે બંને ટીમનો વારો આવી ગયો છે કે એકને હારનો સામનો કરવાનો વારો આવશે. આજે બંને વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે. CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ તો RCBના કેપ્ટન રજત પાટીદાર છે. જ્યારે પણ આ બંને ટીમ આમને સામને આવે છે ત્યારે વિરાટ અને ધોની વચ્ચે સ્પર્ધા માનવામાં આવે છે. બંને ખેલાડીઓ એવા છે કે જે લાંબા સમયથી પોતપોતાની ટીમના કેપ્ટન છે. RCBને 17 વર્ષના દુષ્કાળનો અંત લાવવો પડશે.

RCB ટીમ 2008થી ચેન્નાઈમાં CSKને હરાવી શકી નથી
જ્યારે જ્યારે પણ RCB અને CSK વચ્ચે મેચ રમાઈ છે ત્યારે ચાહકોના શ્વાસ રોકાઈ જાય છે. RCBની ટીમે હજૂ એક પણ વખત IPL ટાઇટલ જીત્યું નથી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ વખત ચેમ્પિયન બની છે. તો પણ આ બંને વચ્ચે જ્યારે પણ મેચ થાય છે ત્યારે તે યુદ્ધથી ઓછી નથી. આગામી મેચ ચેન્નાઈના ઘરઆંગણે રમાવાની છે. આ સમયે RCB માટે જીત નોંધાવવી ઘણી મુશ્કેલ છે. RCB એ 2008 માં CSK ને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નાઈમાં હરાવ્યું હતું. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આવું કરી શકી નથી. હવે જોવાનું રહ્યું કે આ મેદાનમાં RCBની જીત થાય છે કે CSKની.

આ પણ વાંચો: RCB અને CSK વચ્ચેની મેચમાં વરસાદ બનશે વિલન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંપૂર્ણ ટીમ: ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ,લિયામ લિવિંગસ્ટોન, રસિક સલામ, સુયશ શર્મા, રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ અને મોહિત રાઠી.

ચેન્નાઈ સુપર કિંગ્સની સંપૂર્ણ ટીમ: શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ડેવોન કોનવે, ખલીલ અહેમદ, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથિશા પથિરાના, નૂર અહેમદ,રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, સેમ કુરન, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણન ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી અને આન્દ્રે સિદ્ધાર્થ.