IPL 2025 મુલતવી રાખવાથી RCBને સૌથી મોટો ફાયદો થયો

IPL 2025: ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને IPL 2025 હાલમાં એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. ત્યારે એવું લાગે છે કે થોડા જ સમયમાં આઈપીએલ શરૂ કરવામાં આવશે. આઈપીએલ હાલ મુલતવી રાખવાથી આરસીબીને ઘણો ફાયદો થયો છે. કારણ કે એક ખાસ ખેલાડી 2 મેચમાંથી બહાર થતો થતો માંડ માંડ બચી ગયો છે.

આ પણ વાંચો: આ બે વસ્તુઓને હુંફાળા પાણીમાં મિક્સ કરો, વજન ઉતરવાની સાથે આ પણ થશે ફાયદાઓ

RCBને મોટો ફાયદો મળ્યો
રજત પાટીદારને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. CSK સામે રમાયેલી મેચમાં તે ઘાયલ થયો હતો. જેના કારણે તે ઓછામાં ઓછી 2 મેચ માટે બહાર રહ્યો હોત. ભારત અને પાકિસ્તાન તણાવને કારણે BCCI એ IPL 2025 ને એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યું હતું. રજતને ફિટ થવા માટે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. ઓછામાં ઓછા 10 દિવસ સુધી પ્રેક્ટિસ ટાળવાની સલાહ આપવામાં આવી હતી. તે હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.