July 3, 2024

RCB ટીમનો મોટો નિર્ણય, આ અનુભવી ખેલાડીને મેન્ટર બનાવ્યો

RCB Team Mentor: IPL 2025 પહેલા પણ એક અનુભવી ક્રિકેટરને તેના મેન્ટર બનાવવામાં આવ્યા છે. આ પહેલા આ ખેલાડી આઈપીએલમાં આરસીબી તરફથી રમી ચૂક્યો છે. આ ખેલાડી પહેલા પણ આઈપીએલમાં આરસીબી માટે રમ્યો છે. RCB ટીમ પાસે અત્યાર સુધી તમામ ખેલાડીઓ સારા હતા. પરંતુ એમ છતાં ટીમ એક પણ વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. IPL 2024ની સિઝનમાં એલિમિનેટર સુધી પહોંચી હતી. પરંતુ છેવટે હારવાનો વારો આવ્યો હતો.

ટીમના મેન્ટર અને બેટિંગ કોચ
RCBએ IPL 2025 પહેલા અગાઉ એક નિર્ણય લઈ લીધો છે. જેમાં દિનેશ કાર્તિકને મેન્ટર બનાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાર્તિક ટીમ ઈન્ડિયાનો ભાગ હતો જેણે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. તેણે અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. આઈપીએલ સીઝન પુર્ણ થતાની સાથે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. IPL 2025 પહેલા જ RCB ટીમે દિનેશ કાર્તિકને બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે દિનેશ કાર્તિક સંપૂર્ણપણે નવા અવતારમાં RCBમાં કમબેક થયા છે. તે ટીમના મેન્ટર અને બેટિંગ કોચ હશે.

આ પણ વાંચો: Rohit Sharmaએ T20ને વિદાય આપતા પત્ની રિતિકા થઈ ભાવુક

ખિતાબ જીત્યો છે
દિનેશ કાર્તિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કેકેઆરદિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબી તરફથી રમી ચૂક્યો છે. કાર્તિકે IPLની 257 મેચ રમી છે. જેમાં તેણે કુલ 4842 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ મેચ રમનાર 2 નંબરનો ખેલાડી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ 2013નો ખિતાબ પણ જીત્યો હતો. જે RCB ટીમ માટે સારો સાબિત થઈ શકે છે.