June 16, 2024

Virat Kohli રચશે આજે ઈતિહાસ, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બનશે

Virat Kohli: આજે RCB અને RR વચ્ચે એલિમિનેટર મેચ છે. IPLમાં આજની મેચ બંને ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ છે. આજની મેચમાં બેટ્સમેન વિરાટ કોહલી પર તમામ લોકની નજર છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ તેની IPL કરિયરમાં 7971 રન બનાવ્યા છે. જો વિરાટ આજના દિવસે રાજસ્થાન રોયલ્સ સામે 29 રન બનાવવામાં સફળ રહેશે તો તે 8 હજાર રનના આંકડાને સ્પર્શી જશે.

આ વખતની સિઝનમાં અંત
આજની મેચ જે પણ ટીમ હારશે તે IPL 2024માંથી બહાર થઈ જશે. કારણ કે તે એલિમિનેટર છે. આજની મેચ જીતનારી ટીમ સીધી ક્વોલિફાયર 2માં જશે, જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. એટલે કે તેની ટાઈટલ જીતવાની તક હજુ પણ રહેશે.બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી જશે. આજની મેચમાં જે ટીમની હાર થશે તે ટીમનો હવે આ વખતની સિઝનમાં અંત આવી જશે.

આ પણ વાંચો: કોહલીને મળી અમદાવાદમાં ધમકી, ચારની ધરપકડ

આજે કોહલી રચી શકે છે ઈતિહાસ
આજે એલિમિનેટરમાં, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ અમદાવાદમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. અમદાવાદમાં રાજસ્થાને 67% મેચ અને બેંગલુરુએ 50% મેચ જીતી છે. વિરાટ કોહલી પાસે IPLમાં ઈતિહાસ રચવાની તક છે. RR સામે 29 રન બનાવી કોહલી IPLમાં 8000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બની જશે. કોહલીએ અત્યાર સુધી IPL માં 7971 રન બનાવ્યા છે.

મોટું કારનામું કર્યું
RCBની ટીમની આ વખતની સિઝનમાં શરૂઆતમાં ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. શરૂઆતમાં સતત 6 મેચમાં હાર મળી હતી. જેના કારણે એવું લાગતું હતુ કે RCBની ટીમ હવે પ્લેઓફમાં નહીં જઈ શકે. પરંતુ ટીમે ફરી વાપસી કરી હતી. જે બધા માટે વિચારી ના શકાય તેવું હતું. 6 મેચમાં સતત હાર અને પછી સતત 6 મેચમાં જીત મળી હતી. જેના કારણએ તેણે પોઈન્ટ ટેબલમાં 4 સ્થાન પર જગ્યા બનાવી લીધી હતી. હવે આજના દિવસે રાજસ્થાની ટીમ સાથે મુકાબલો થવાનો છે.