December 29, 2024

ગરદન અને કમરના દુખાવાને દૂર કરવા આ ટીપ્સને કરો ફોલો

Ayurvedic Tips: જો તમે પણ ગરદન, કમરના દુખાવાથી પરેશાન છો તો તમારે આયુર્વેદિક ટિપ્સને ફોલો કરવી જોઈએ. તમને અઠવાડિયાની અંદર જ ફાયદો જોવા મળશે. દુનિયામાં મોટા ભાગના લોકો કમરના દુખાવાની ફરિયાદ કરતા હોય છે. યોગ કરવાની તેમાં રાહત મળે છે પણ લોકોને આળસ આવે છે. જો તમને પણ ગરદન અને કમરનો દુખવો થાય છે તો તમે આ ટિપ્સને ફોલો કરી શકો છો.

આ રાખો ધ્યાન
બેસવાની મુદ્રા, નબળો આહાર, વધારે વજન, વિટામિન ડીની ઉણપ, કેલ્શિયમની ઉણપના કારણે આ સમસ્યા થાય છે. જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું છે તો તેના માટે તમારે પ્રોસેસ્ડ ફૂડ, ગ્લુટેન ફૂડ, આલ્કોહોલ, વધારે ખાંડ-મીઠું ખાવાથી ચોક્કસ દૂર રહેવું જોઈએ. જો તમારે આ સમસ્યાનો સામનો ના કરવો હોય તો તમારું વજન વધવા ના દો અને ધૂમ્રપાન કરતા હોય તો ટાળો અને ઓફિસ સમયે બેસવાની સ્થિતિનું ધ્યાન રાખો. બાકી તમે પણ આ સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: Famous Indian Chutneys: આ મસાલેદાર ચટણીઓ ભારતીયો ખૂબ ખાય છે

આ કરો
જો તમે પણ આ સમસ્યાથી દૂર રહેવા માંગો છો તો તમારા આહારમાં કેલ્શિયમ વધારો, દૂધ પીવો, એપલ સાઇડર વિનેગર પીવો, હૂંફાળા પાણીમાં તજ અને મધ લેવાનું રાખો. જે જગ્યા પર દુખાવો થાય છે તેને હૂંફાળા સરસવના તેલથી માલિશ કરો. દુખાવાની જગ્યા પર હૂંફાળું પાટો બાંધો અને હૂંફાળા પાણીમાં રોક મીઠું ઉમેરીને લગાવો અને તેને દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. આ સમયે તમારે ચા-કોફી , ટામેટા, ખાંડ, તળેલું ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને તમારે તમારા વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ.