September 19, 2024

ફોલ્ડેબલ ફોન બાદ હવે સોનીનો કેમેરા ધરાવતો ફોન, DSLRને ટક્કર મારે એવું રિઝલ્ટ

Realme 13 Pro 5G Smartphone: સ્માર્ટફોનના કેમેરા એવા આવી રહ્યા છે કે, પ્રોફેશનલ કેમેરા પણ ટક્કર મારી જાય. સેન્સર ટેક્નોલોજીમાં નવીનતાઓથી પ્રેરિત કેમેરા હવે એક નવું ફીચર્સ બની રહ્યા છે. અત્યાધુનિક ઇમેજ પ્રોસેસિંગ અલ્ગોરિધમ્સ સાથેનું હાઈ રિઝોલ્યુશન સેન્સર ઇમેજ DSLR કેમેરાના લેવલ સુધીની હોય એવું ફીલ કરાવે છે. ડ્યુઅલ-કેમેરા સેટઅપથી અદભૂત પોટ્રેટ મોડ ઇફેક્ટ્સ અને સાચી ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતાઓ માટે ડેપ્થ સેન્સિંગ જેવી સુવિધાઓને આ નવા ફોનમાં આવરી લેવામાં આવી છે.

મલ્ટિ કેમેરા ઓપ્શન
આજે, ફ્લેગશિપ સ્માર્ટફોન ઈમ્પેક્ટફૂલ મલ્ટિ-કેમેરા ધરાવે છે. જેમાં મોટાભાગે વાઈડ-એંગલ, ટેલિફોટો અને અલ્ટ્રા-વાઈડ લેન્સનો સમાવેશ થાય છે. તે વપરાશકર્તાઓને સુગમતા અને ગુણવત્તા સાથે મલ્ટિપલ પિક્ચર ક્લિક કરવા માટે તૈયાર છે. Realme આ બધાનું એક ઉત્તમ ઉદાહરણ છે. જે તેના યુઝર્સને અદ્યતન કેમેરા ટેક્નોલોજી આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરેક નવા ઉપકરણ સાથે તે નવા નવા ફીચર્સ આપી રહી છે. જે રીતે Realme 12 Pro Plus એ સેગમેન્ટના પહેલા એવા પેરીસ્કોપ કેમેરા ફીચર આપી એક માઈલસ્ટોન સેટ કર્યો છે.તેવી જ રીતે આગામી 13 Pro શ્રેણી 5G ફરી એકવાર આ ધોરણને વધારવા માટે સેટ છે. નવા DSLR-સ્તરના હાર્ડવેરનો સમાવેશ કરીને realmeનો હેતુ ઈમેજ કેપ્ચરિંગ અનુભવને વધુ વધારવાનો છે. જે પ્રોફેશનલ-ગ્રેડના ફોટા અને વિડિયો સરળતાથી કૅપ્ચર કરવામાં સક્ષમ બનાવે છે.

આ પણ વાંચો: સ્માર્ટ જ નહીં આ છે ‘હેલ્ધી રિંગ’, ઊંઘમાં કેટલી વાર પડખું ફર્યા એ પણ કહેશે

સોનીનો કેમેરો આપે છે
મોબાઇલ ફોટોગ્રાફીની સીમાઓને આગળ વધારવા માટે કંપનીએ ઘણી એવી મહેનત કરી છે. realme એ ગ્રાઉન્ડ બ્રેકિંગ હાઈપર ઇમેજ પ્લસ કેમેરા સિસ્ટમથી 13 પ્રો સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમાં Sony LYT-600 પેરિસ્કોપ કેમેરા છે. આનો અર્થ એ છે કે તે 3X ઓપ્ટિકલ ઝૂમ ક્ષમતા ધરાવે છે, પોટ્રેટ મોડ માટે 80mm ફોકલ લેન્થ સાથે અદભૂત પોટ્રેટ કેપ્ચર કરે છે. 12 પ્રો પ્લસની સરખામણીમાં, 13 પ્રો સિરીઝ 5જીમાં સિંગલ-પિક્સેલની સંવેદનશીલતામાં 30 ટકાનો વધારો થયો છે. તે iPhone 15 પ્રોની ટેલિફોટો લાઇટ સેન્સિટિવિટીમાં પણ 262 ટકા વધારો કરે છે. અતિશય હળવા અને કોમ્પેક્ટ ડિઝાઇનને જાળવી રાખીને Realme એ મહાન ફોટોગ્રાફિક કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે.

આ ફીચર્સ Realmeના આ ફોનમાં ઉપલબ્ધ હશે
પેરિસ્કોપ લેન્સ ગ્રૂપ કંમ્પેરિઝન ટેલિફોટો લેન્સ કરતાં નોંધપાત્ર 69 ટકા હળવો છે, જે સ્લીકનેસ અને પોર્ટેબિલિટી માટે એક નવું માપદંડ મૂકી શકે છે. પરંતુ ફીચર્સની નવીનતા અહીં અટકતી નથી. 13 પ્રો સિરીઝ 5G 120X સુપરઝૂમ ઓફર કરે છે, જે સ્પષ્ટતા સાથે દૂરની વસ્તુઓને કેપ્ચર કરે છે. આ અસાધારણ ટેલિફોટો લેન્સને પૂરક બનાવે છે. સોની LYT-701, 50-મેગાપિક્સલનું પાવરહાઉસ કહી શકાય છે. જે ઓછા-લાઈટમાં પણ સારૂ એવું રીઝલ્ટ ક્લિક કરી આપે છે.

ફોટોગ્રાફીમાં મોટો ફેરફાર
Realme 13 Pro Series 5G નું અદ્યતન કેમેરા હાર્ડવેર સ્માર્ટફોન ફોટોગ્રાફીમાં મોટો ફેરફાર માટે સારી આવી સ્પેસ આપે છે. ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર સાથે ટોચના લેવલના ફીચર્સને ભેગા કરીને આ ફોનમાં કેમેરાલક્ષી તમામ ફીચર્સ આવરી લેવામાં આવ્યા છે. એટલે પ્રોફેશનલ કેમેરાનું થોડું પણ એવું જ્ઞાન હશે તો આ કેમેરામાંથી પ્રોફેશનલ ક્લિક સરળતાથી કરી શકો છો. આ મહિનાના અંતમાં એટલે કે, તા.30 જુલાઈના રોજ આ ફોન લૉંચ થઈ રહ્યો છે.