September 19, 2024

iPhone 16 આવે એ પહેલા Realme 13 5G સીરિઝ લૉંચ, કેમેરો મન મોહી લેશે

Realme 13 5G: Realme એ ભારતીય બજારમાં તેની નવી શ્રેણી Realme 13 5G લૉંચ કરી છે. આ શ્રેણીમાં, કંપનીએ બજારમાં બે દમદાર તેના સ્માર્ટફોન લૉંચ કર્યા છે. કંપનીએ બંને ફોનમાં ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે.

બે નવા વિકલ્પો
Realme એ ભારતમાં તેની નવી સિરીઝ લૉન્ચ કરી છે. Realme ની નવીનતમ શ્રેણી Realme 13 5G છે. આ શ્રેણીમાં, કંપનીએ બે સ્માર્ટફોન Realme 13 5G અને Realme 13 Plus 5G લૉન્ચ કર્યા છે. જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો. તો તમને Realme 2 નવા વિકલ્પ આપ્યા છે. ખાસ વાત તો એ છે કે કોઈ પણ લોકોને પોસાય તેવા ભાવથી આ બંને ફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે. આ પહેલા કંપનીએ જે જે શ્રેણીમાં ફોન લૉન્ચ કર્યા છે તે તમામ લોકોને પસંદ આવ્યા છે અને મોટી માત્રામાં વેચાણ પણ થયું છે.

આ પણ વાંચો: શું ભારતમાં ટેલિગ્રામ પર લાગી શકે છે પ્રતિબંધ ?

બે વેરિઅન્ટમાં લૉંચ કરવામાં આવ્યો
Realmeના Realme 13 5Gને બે વેરિઅન્ટમાં લૉંચ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટને ખરીદવા માટે જે 8GB રેમ આપવામાં આવી છે. જેની કિંમત 17,999 રૂપિયા છે. જો તમે 8GB રેમ અને 256GB સાથે અપર વેરિઅન્ટ ખરીદો છો, તો તમારે 19,999 રૂપિયા ખર્ચવાના રહેશે.

Realme 13+ 5G વેરિયન્ટ અને કિંમત
કંપનીએ માર્કેટમાં Realme 13+ 5Gને ત્રણ વેરિઅન્ટ સાથે રજૂ કરી દીધા છે. તેનું બેઝ વેરિઅન્ટ 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. તેની કિંમત 22,999 રૂપિયા છે. બીજો વેરિઅન્ટ 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે જેની કિંમત 24,999 રૂપિયા છે. તેનું ત્રીજું અને ઉપલું વેરિઅન્ટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત 26,999 રૂપિયા છે.