AMC ફાયર એન્ડ ઇમરજન્સીમાં સહાયક ફાયરમેનની ભરતી
અમદાવાદ: રાજકોટ TRP ગેમઝોન ફાયર દુર્ઘટના બાદ વધુ સક્ષમ ફાયર વિભાગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ફાયર વિભાગને વધુ મજબૂત કરવામાં આવશે. જેના માટે AMC દ્વારા 102 સહાયક ફાયરમેનની ભરતી કરવામાં આવનાર છે. સહાયક ફાયરમેનની ભરતીને લઈને AMC દ્વારા સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.
AMCની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતા માટે સહાયક ફાયરમેનની ખાલી પડેલ 102 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આગામી 23 જુલાઇ સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે.
વધુમાં, ભરતીને લઈને પગાર ધોરણ, ઉંમર અને વયમર્યાદામાં છૂટછાટ, શૈક્ષણિક અને શારીરિક અને તબીબી લાયકાત, પરીક્ષાની પેટર્ન સહિતની માહિતી માટે AMCની સત્તાવાર વેબસાઇટ પરથી જોઈ શકાશે.