Redmiએ iPhone 16 જેવો દેખાતો શાનદાર ફોન કર્યો લોન્ચ, કિંમત ઓનલી 6,499 રૂપિયા

Redmi A5 ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોન તમને iPhone 16 જેવો જ લાગશે. આ ફોનની કિંમત 6,499 રૂપિયા છે. 16 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ આ ફોનમાં શું મળશે ફિચર.
આ પણ વાંચો: IND vs BAN: બાંગ્લાદેશ સાથે રમવા અંગે BCCIએ મોટી જાહેરાત કરી, સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
આ ફોનનો પહેલો સેલ
રેડમીએ ભારતમાં વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે લોકોને ફોન લેવાની ઈચ્છા હોય અને બજેટ પણ ઓછું હોય તે માટે આ ફોન બેસ્ટ છે. આ રેડમી ફોનની ડિઝાઇન iPhone 16 જેવી છે, જેમાં પાછળના ભાગમાં વર્ટિકલી એલાઇન્ડ કેમેરા મોડ્યુલ છે. આવતીકાલથી તમને આ ફોન મળી રહેશે. રેડમીના આ બજેટ સ્માર્ટફોનમાં 6.88 ઇંચની HD+ ડિસ્પ્લે તમને મળી રહેશે. ફોનના ડિસ્પ્લેમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇન છે. આ સસ્તા ફોનનો ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. Xiaomi Redmiનો આ સસ્તો ફોન IP52 રેટેડ છે અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરને સપોર્ટ કરે છે. તેમાં Unisoc T7250 પ્રોસેસર છે. આ ફોન 4GB સુધીની RAM અને 128GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત હાઇપરઓએસ પર કામ કરે છે. 5,200mAh બેટરી પણ તમને મળી રહેશે. 32MP AI ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી રહેશે.