રિચા-અલી બનશે મમ્મી-પપ્પા, કપલે અલગ અંદાજમાં આપી ખુશખબર
મુંબઈ: બોલિવૂડના ઘણા સેલેબ કપલ્સ વર્ષ 2024માં પણ પેરેન્ટ્સ બનવાના છે. યામી ગૌતમ બાદ હવે રિચા ચઢ્ઢા અને અલી ફઝલે પણ જાહેરાત કરી છે કે તેઓ માતા-પિતા બનવાનાા છે. ખરેખરમાં અભિનેત્રી ગર્ભવતી છે. આજે, અલી ફઝલ અને રિચાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકો સાથે અનોખી રીતે આ ખુશખબર શેર કરી છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ દ્વારા તેમના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. તેણે એક ફોટો શેર કર્યો જેમાં લખ્યું છે, 1 + 1 = 3. તેણે કેપ્શનમાં કહ્યું, ‘નાના બાળકના ધબકારાનો અવાજ આપણી દુનિયામાં સૌથી મોટો છે.’ અભિનેત્રીની આ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરી અને કપલને અભિનંદન આપ્યા.
View this post on Instagram
ફેન્સે રિચા ચઢ્ઢાને અભિનંદન પાઠવ્યા
રિચા ચઢ્ઢાએ અલી ફઝલ સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં પ્રેગ્નન્ટ છોકરીનું ઈમોજી પણ શેર કર્યું છે. આ સારા સમાચાર બાદ શ્વેતા બાસુ પ્રસાદ, શ્રિયા પિલગાંવકર, હિમાંશી ચૌધરી, નતાશા ભારદ્વાજ, હર્ષિતા શેખર ગૌર અને અન્ય મિત્રો અને ચાહકોએ કપલને અભિનંદન પાઠવ્યા છે. લગ્નના બે વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.
રિચા-અલી ફઝલના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન 4 ઓક્ટોબર, 2022ના રોજ થયા હતા. તેમના લગ્ન પહેલા કોરોના લોકડાઉન દરમિયાન થવાના હતા. પરંતુ રોગચાળાને કારણે તારીખો મોકૂફ રાખવામાં આવી હતી. આ પહેલા તેઓએ દિલ્હીમાં પ્રી-વેડિંગ સેરેમની કરી હતી. તે પછી તેમને લખનૌમાં લગ્ન કર્યા. આ પછી મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી યામી ગૌતમ પણ માતા બનવાની છે. હાલમાં જ જ્યારે યામી ગૌતમ તેના પતિ આદિત્ય સાથે જોવા મળી હતી ત્યારે તે પોતાનો બેબી બમ્પ છુપાવતી પણ જોવા મળી હતી. તે તેના બ્લેઝર વડે બેબી બમ્પ છુપાવી રહી હતી. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘યામી અને આદિત્ય ધર ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે, કારણ કે તે તેની આગામી થ્રિલર ફિલ્મનું પ્રમોશન પણ કરશે. તે લીડ રોલમાં છે અને તે તેનું પ્રોડ્યુસ કરી રહ્યો છે.