પંતે 634 દિવસ બાદ કમબેક કરીને રચી દીધો ઈતિહાસ
IND vs BAN: રિષભ પંતે ચેન્નાઈમાં ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરીને નવો રેકોર્ડ બનાવી દીધો છે. વર્ષ 2022માં અકસ્માતના કારણે પંત ઘણા સમય સુધી મેદાનથી દૂર રહ્યો હતો. પંતે T20 વર્લ્ડ કપ 2024થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. હવે તેને ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં તેણે એક રેકોર્ડ બનાવી દીધે છે. પંત 634 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. તેની છેલ્લી ટેસ્ટ મેચની વાત કરીએ તો તેણે 25 ડિસેમ્બર 2022ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે રમી હતી.
ધોનીની ક્લબમાં જોડાયો પંત
ચેન્નાઈ ટેસ્ટમાં 19 રનની સાથે જ પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 4000 રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે માત્ર બીજો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. પંતની પહેલા આવું કરનાર મહેન્દ્ર સિંહ ધોની હતો. જેમાં ધોનીના નામે 17092 રન છે. પંત હવે 4000 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય રનની ક્લબમાં પ્રવેશી ચૂક્યો છે.
આ પણ વાંચો: PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર
- મહેન્દ્ર સિંહ ધોની- 17092
- રિષભ પંત- 4003
- સૈયદ કિરમાણી- 3132
- ફારૂક એન્જિનિયર- 2725
- નયન મોંગિયા- 2714
- રાહુલ દ્રવિડ – 2300
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારતની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.