November 23, 2024

પંત 99 રન પર આઉટ થયો, એક રનથી રેકોર્ડ ચૂકી ગયો

Rishabh Pant: પંત હંમેશા તેની જોરદાર બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. ઘણી એવી મેચ છે ટીમ ઈન્ડિયાની કે પંતના દમ પર જીત પ્રાપ્ત કરી હોય. તેની બેટિંગ સ્ટાઈલ દરેક કરતા અલગ છે. તેનું બેસ્ટ ઉદાહરણ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું. તે ખાલી એક રનથી તેની સદી ચૂકી ગયો હતો. તેણે મેચમાં કુલ 105 બોલમાં 99 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર:

  • પંત- 6 સદી
  • મહેન્દ્ર સિંહ ધોની- 6 સદીઓ
  • રિદ્ધિમાન સાહા- 3 સદી
  • ફારૂક એન્જિનિયર- 2 સદી
  • સૈયદ કિરમાણી- 2 સદી

ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ લેતાની સાથે જ ટીમે રિદ્ધિમાન સાહાનો વિકેટકીપર તરીકે લીધા હતા. જોકે તે સારું પ્રદર્શન કરવામાં અસફળ રહ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર પંત બન્યો હતો. પંતે વર્ષ 2018માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટીમ ભારત માટે પંતે 36 ટેસ્ટ મેચમાં 2542 રન બનાવામાં સફળ રહ્યો હતો. જેમાં 6 સદી સામેલ છે. આ સિવાય તેણે ODI ક્રિકેટમાં 871 રન અને T20 ઈન્ટરનેશનલમાં 1209 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

શાનદાર પ્રદર્શનથી કરી હતી શરૂઆત
ભારતીય ટીમનો ખેલાડી પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસની જેમ તેના સ્થાને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. સરફરાઝ ખાને મેચમાં પોતાના શાનદાર પ્રદર્શનની શરૂઆત કરી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે એક મોટો રેકોર્ડ તોંડી નાંખ્યો હતો.