January 8, 2025

વાયરસની ઇન્ટેન્સિટીને આધારે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

વડોદરાઃ ગુજરાતમાં HMP વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ભાજપના મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, ‘ગુજરાતમાં HMP વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. 2 માસની બાળકીમાં આ વાયરસ ડિટેક્ટ થયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી.’

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘વાયરસની ઇન્ટેસિટી કેટલી છે, તેના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઇડ લાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે.’

આગળ જણાવતા ઋષિકેશ પટેલ કહે છે કે, ‘શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય તેની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી.’