March 21, 2025

રિયાન પરાગ પહેલી જ મેચમાં રચશે આ ઇતિહાસ

Riyan Parag IPL 2025: આઈપીએલ શરૂ થવાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. શરૂઆતની મેચમાં સંજુ સેમસન ટીમની કપ્તાની કરશે નહીં. જોકે ટીમ સાથે રહેશે. પ્રથમ 3 મેચમાં રિયાનને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી તે સારું રમી રહ્યો છે. , રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરવા મેદાનમાં ઉતરતાની સાથે જ તે IPLમાં નવો ઇતિહાસ રચશે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.

આ પણ વાંચો: ઇઝરાયલનો ગાઝા પર વિનાશક હુમલો, મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા

રિયાન પરાગ કેપ્ટનશીપ કરશે
રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે IPL સીઝનની પોતાની પહેલી મેચ રમશે. આ સમયે રાજસ્થાનની ટીમનો સામનો હૈદરાબાદની ટીમ સાથે થશે. રિયાન પરાગ ટોસ લેશે એટલે તે IPLના ઇતિહાસમાં સૌથી યુવા નંબર ચોથો કેપ્ટન બની જશે. વિરાટ કોહલી છે. ભલે તે 2013 માં RCB ના કેપ્ટન બન્યા હતા, પરંતુ તેમણે 2011 માં આ ટીમનું કેપ્ટનશિપ સંભાળી હતી. હવે રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનો સૌથી યુવા કેપ્ટન બનશે. આ રેકોર્ડ તેમના નામે રહેશે.