July 1, 2024

Sara Ali Khan હોટ, Ananya Pandey હોટ અને… Riyan Paragની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી લીક

રિયાન પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પણ વિવાદોમાં રહે છે.

Riyan Parag Controversies: રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે આઇપીએલ 2024 (IPL 2024) માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના બેટમાંથી 500થી વધુ રન આવ્યા હતા. રિયાન જે ઘણી સીઝનમાં સતત નિષ્ફળ રહ્યો હતો તે આ વર્ષે ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ આઈપીએલ સમાપ્ત થતાની સાથે જ રિયાનનું નામ વિવાદો સાથે જોડાઈ ગયું છે. રિયાન પરાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી દેખાઈ રહી છે.

રિયાન પરાગનો વિવાદાસ્પદ વીડિયો
22 વર્ષીય રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ખેલાડી રિયાન પરાગ પણ યુટ્યુબ પર સ્ટ્રીમિંગ કરે છે. આ સમય દરમિયાન તે યુટ્યુબ પર કોપી રાઈટ ફ્રી મ્યુઝિક સર્ચ કરવા ગયો હતો. પછી અગાઉ સર્ચ કરેલી હિસ્ટ્રી ત્યાં દેખાવા લાગી. તેમાં ‘અનન્યા પાંડે હોટ’ અને ‘સારા અલી ખાન હોટ’ દેખાયું હતું. એક એક્સ યુઝરે રિયાનનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘રિયાન પરાગની સર્ચ હિસ્ટ્રી “સારા અલી ખાન હોટ” “વિરાટ કોહલી” “અનન્યા પાંડે હોટ.”

વિવાદો સાથે જૂનો સંબંધ
રિયાન પરાગ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયો છે. એકવાર IPL દરમિયાન તેનો મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ જેવા સિનિયર ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો. ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાલ્ફ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ તેણે સંકેત આપ્યો હતો કે મારું સ્તર ઉપર છે. આ સિવાય રિયાન પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પણ વિવાદોમાં રહે છે. તેની પોસ્ટમાં ઘમંડ દેખાઈ આવે છે અને તેના કારણે તે ખૂબ ટ્રોલ થાય છે.

આ પણ વાંચો : ભારતની એકમાત્ર પ્રેક્ટિસ મેચ ક્યારે, કઈ ટીમ સામે અને કયા સમયે રમાશે?

ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે દાવેદાર
રિયાન પરાગ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાના દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે IPL 2024ની 16 મેચોમાં 573 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છેલ્લી સિઝનમાં તેણે 10 મેચમાં 510 રન બનાવ્યા હતા. જેમાં સતત 7 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. દેવધર ટ્રોફીની 5 ઇનિંગ્સમાં તેણે 354 રન બનાવ્યા અને 11 વિકેટ પણ લીધી હતી.