December 17, 2024

MPમાં ટ્રક-ઓટો વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ

MP road accident: દમોહ સમન્ના તિરહાઈ પાસે એક ટ્રકે એક ઓટોને ટક્કર મારી, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત અને 3 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસમાં શરૂ કરી છે કે મૃતક અને ઘાયલ લોકો ક્યાંના છે અને તેઓ કોણ છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, દમોહના સમન્ના તિરહાઈ પાસે એક ફૂલ સ્પીડે આવી રહેલી એક ટ્રકે ઓટોને ટક્કર મારી અને ઓટોમાં બેઠેલા લોકોને કચડીને જતી રહી. આ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિક્ષક શુરતકીર્તિ સોમવંશીએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘાયલો હજુ કહી શક્યા નથી કે તેઓ ક્યાંના છે અને મૃતકો કોણ છે. ઘાયલો ઉપરાંત જે લોકોના મોત થયા છે તેમના ઠેકાણાની પણ હજુ પુષ્ટિ થઈ નથી. ઓટોનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે અને તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. ઘટના કેવી રીતે બની અને તેનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જેસીબીની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.