ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત બાદ રોહિત અને વિરાટ મેદાનમાં રમ્યા દાંડિયા રાસ

India vs New Zealand Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. ભારતે 12 વર્ષ બાદ ફરી એકવાર ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં પ્રથમ મેચ રમીને ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવ્યા હતા. આ ટાઇટલ જીત પછી, સ્ટેડિયમમાં એક ખાસ નજારો જોવા મળ્યો. જીત પછી, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મેદાનમાં ગરબા રમતા જોવા મળ્યા હતા.
Dandiya Time! #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Lxdydtx6di
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 9, 2025
ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 34 રન બનાવીને અણનમ રહ્યો. 12 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી જીતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી હતી. માઇકલે 3 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા, જ્યારે ડેરીલ મિશેલે 101 બોલમાં 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.