September 12, 2024

આ રેકોર્ડમાં રોહિત-વિરાટને પણ પાછળ છોડી દેશે બાબર આઝમ

Babar Azam Pakistan Cricket Team: બાબર આઝમ તેની શરૂઆતથી જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ ઓર્ડરનો મુખ્ય ભાગ રહ્યો છે. પાકિસ્તાનની ટીમની ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બાબર આઝમ ઘણી વખત ઉગારી છે. તેના સારા પ્રદર્શનને કારણે તેની તુલના ભારતના રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓ સાથે કરવામાં આવે છે. જોકે વિરાટ અને રોહિત પાકિસ્તાનના બાબર કરતા મોટા ભાગના આંકડામાં આગળ છે. પરંતુ એક એવો રેકોર્ડ બાબર બનાવી લેશે કે જે રેકોર્ડ રોહિત કે વિરાટે બનાવ્યો નથી.

ત્રણ હજાર રન બનાવવાની તક
પાકિસ્તાની ટીમ આગામી સમયમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેમાં પાકિસ્તાન બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સાથે ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ રમશે. આ બંને ટેસ્ટ સિરીઝમાં બાબર આઝમ પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 3000 રન પૂરા કરવાની ચોક્કસ તક મળશે. તેણે WTCના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 2661 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 15 અડધી સદી સામેલ છે.

પ્રથમ એશિયન ક્રિકેટર બનશે
બાબર આગામી 5 ટેસ્ટ મેચોમાં વધુ 339 રન બનાવશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેના ત્રણ હજાર રન પૂરા કરશે. જો આવું થાય છે તો તે WTCમાં 3000 રન બનાવનાર પ્રથમ એશિયન ક્રિકેટર બનશે. આ પહેલા કોઈ પણ ખેલાડી એશિયન ક્રિકેટર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રણ હજાર રન બનાવવામાં સફળ રહ્યો નથી. રોહિત અને વિરાટ પણ આવું કરી શક્યા નથી. રોહિતે 2552 રન અને વિરાટે 2235 રન અત્યાર સુધીમાં બનાવ્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • જો રૂટ- 4598 રન
  • માર્નસ લાબુશેન- 3904 રન
  • સ્ટીવ સ્મિથ- 3486 રન
  • બેન સ્ટોક્સ- 3101 રન
  • ઉસ્માન ખ્વાજા- 2686 રન
  • બાબર આઝમ- 2661 રન