December 13, 2024

શરમજનક હાર બાદ રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં 113 રનથી હાર મળી છે. હારને કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નિરાશ જોવા મળી રહ્યા હતા. તેમાં પણ ખાસ કરીને રોહિત ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. શરમજનક હાર બાદ રોહિત શર્માએ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું રોહિત શર્માએ
ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવેદન આપ્યું હતું. રોહિતે કહ્યું કે અપેક્ષા પ્રમાણે મેચ રહી ના હતી. રોહિતે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ તેના કરતા સારી ક્રિકેટ રમી છે. રોહિતે તે વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તે કેટલીક તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ઘણા એવા પડકારો હતા જેના જવાબમાં તે નિષ્ફળ રહ્યો. જેના કારણે તેનો પરાજય થયો હતો.

રોહિતનું નિવેદન
પુણેમાં રમાયેલી આ મેચની પીચ વિશે વાત કરી હતી. સારી બેટિંગ ટીમ ઈન્ડિયા કરી શકી ના હતી. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં થોડા વધારે રન બનાવ્યા હોત તો સ્થિતિ થોડી અલગ જોવા મળત. રોહિતે કહ્યું કે આ કોઈ એકની નિષ્ફળતા નથી. આખી ટીમની નિષ્ફળતા છે. તે એવી વ્યક્તિ નથી કે જે ફક્ત બેટ્સમેન કે બોલરોને દોષ આપે. આગળી મેચ માટે સારા વિચારો અને સારા પ્લાન સાથે ફરી વાનખેડે આવશે.