December 19, 2024

Rohit 3 સિક્સર મારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

Rohit Sharma Record: રોહિત શર્માની ગણતરી સૌથી સારા બેટ્સમેનમાં થાય છે. તેણ ઘણી બધી મેચ પોતાના દમ પર જીતી છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં તેમનાથી વધુ સારી રીતે પુલ શોટ રમનાર ભાગ્યે જ કોઈ હશે. ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરનો તે મહત્વનો આધાર બની ગયો છે. મેચ ઘરઆંગણે હોય કે વિદેશમાં રોહિત પોતાની કુશળતા દરેક વખતે બતાવી છે. રોહિતના નામે ઘણા રેકોર્ડ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ છગ્ગા ફટકારીને તે એક વિશેષ સિદ્ધિ પોતાના નામે નોંધાવશે.

રોહિત આ રેકોર્ડ બનાવી શકે છે
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં પહેલી મેચ આયર્લેન્ડ સામે 5 જૂને રમશે. આ મેચ દરમિયાન જો તે ત્રણ સિક્સર ફટકારે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર પૂરા કરી લેશે. મહત્વની વાત એ છે કે આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ ખેલાડી 600 સિક્સર ફટકારી શક્યો ન હતો. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતે 597 સિક્સર ફટકારી છે. બીજા સ્થાન પર ક્રિસ ગેલ તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 553 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો: T20 World Cup વચ્ચે આ ભારતીય ખેલાડીએ કર્યા લગ્ન, ફોટો વાયરલ

ત્રણેય ફોર્મેટમાં સદી
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીની વાત કરવામાં આવે તો રોહિત શર્મા- 597 છગ્ગા, ક્રિસ ગેલ – 553 છગ્ગા, શાહિદ આફ્રિદી – 476 છગ્ગા, બ્રેન્ડન મેક્કુલમ – 398 છગ્ગા, માર્ટિન ગુપ્ટિલ – 383 છગ્ગા મારનાર બેટ્સમેનો છે. રોહિત શર્મા ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધીમાં રમ્યો છે. તેણે ભારતીય ટીમ માટે 59 ટેસ્ટ મેચોમાં 4137 રન, 151 T20I મેચોમાં 3974 રન , 10709 રન બનાવ્યા છે. આ ત્રણેય ફોર્મેટમાં તેના નામે કુલ 48 સદી છે.