રોહિત શર્મા પહેલા કયા ભારતીય કેપ્ટનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો?
Rohit Sharma: છેલ્લા 2 દિવસથી રોહિત શર્માનું નામ ચર્ચામાં છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. હાલ બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે. રોહિત સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. જેના કારણે તેને બહાર કરવામાં આવ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આવું પહેલી વાર કોઈ કેપ્ટન સાથે થયું છે કે આ પહેલા કોઈ બીજા કેપ્ટન સાથે થયું છે? આવો જાણીએ કયા ભારતીય કેપ્ટનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 10 મિનિટમાં મળી જશે એમ્બ્યુલન્સ, બ્લિંકિટે શરૂ કરી નવી ઈમરજન્સી સેવા
આ કેપ્ટનને કરાયો હતો બહાર
વર્ષ 2005માં પ્લેઈંગ ઈલેવનમાંથી ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને બહાર કરી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય કોચ ગ્રેડ ચેપલ અને કેપ્ટન ગાંગુલી વચ્ચે મતભેદ હતા. મતભેદ વધી જતા કેપ્ટન ગાંગુલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રોહિત અને ગંભીર વચ્ચે થીક નથી ચાલી રહ્યું જેના કારણએ તેને ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.