December 4, 2024

શું ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્મા ફટકારશે પ્રથમ ટેસ્ટ સદી?

Rohit Sharma: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં એક પણ સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ઉતરશે તે સમયે ટીમની કમાન ફરી રોહિતના હાથમાં હશે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જોકે ટીમ ઈન્ડિયાને જીત મળી હતી. રોહિત શર્માને હવે આવનારી મેચને લઈને પડકાર એ છે કે પોતાની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાને જીત અપાવવી પડશે.

આ પણ વાંચો: KKRનો આગામી કેપ્ટન અજિંક્ય રહાણે બનશે?

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 12 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં 700 રન બનાવવામાં તે સફળ રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં જે એક સદી ફટકારી છે એ પણ ભારતમાં. ઓસ્ટ્રેલિયામાં તે એક પણ સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. રોહિત આવનારી 4 મેચ તમામ રમશે. જેમાં તે સદી ફટકારવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. જે હજૂ સુધી તે કરવામાં સફળ રહ્યો નથી.