June 30, 2024

Rohit Sharmaની પત્ની Ritika થઈ ટ્રોલ, જાણો શું છે સમગ્ર મામલો

Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકાને ભારે ટ્રોલ કરવામાં આવી છે. એક માહિતી પ્રમાણે તેણે સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રાફા’ને લઈને એક પોસ્ટ શેર કરી હતી. આ બાદ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી છે. જે બાદ તેણે તે પોસ્ટ હટાવી દીધી છે.

રિતિકા થઈ ટ્રોલ
રોહિત શર્માની પત્ની રિતિકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ હતી. ઘણા લોકોએ તેને ખાસ કરીને X પર ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે તેના પર ભારતીય મુદ્દાઓ પર બોલતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ અંગે રિતિકા અને રોહિતમાંથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રોહિત તો હાલમાં ટી-20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્કમાં છે. આ પોસ્ટના કારણે રિતિકા પણ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી હતી. દક્ષિણ ગાઝા શહેર રફાહમાં રવિવારે ઇઝરાયેલના ગોળીબાર અને હવાઈ હુમલામાં 45 થી વધુ લોકો માર્યા ગયા હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો: BCCIએ પ્રેક્ટિસ સેશનનો વીડિયો કર્યો શેર, હાર્દિક મળ્યો જોવા

અત્યાર સુધી શું થયું છે?

હમાસે તેલ અવીવ પર રોકેટ છોડ્યાના કલાકો પછી ઇઝરાયેલે રફાહ હવાઈ હુમલો વિસ્થાપિત લોકોના કેમ્પ પર કરવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે તેમા 45 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલી સૈન્યે આ વિશે દક્ષિણી રફાહ વિસ્તારમાં થયેલા હુમલામાં હમાસના બે સભ્યો પણ માર્યા ગયા હતા. ઈરાન સહિત અનેક દેશોએ નિંદા કરી હતી. તમને જણાવી દઈએ કે આ જૂથે ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાઝા સરહદ પાર કરીને ઈઝરાયેલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં સેંકડો લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ સાથે ઘણા લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા.