ટી-20 વર્લ્ડ કપની જીત સાથે રોહિત-વિરાટ સિવાય આ દિગ્ગજની સફરનો પણ અંત!
Indian Coach Rahul Dravid: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ અને રોહિતની સાથે બીજા પણ ખેલાડીની સફરનો અંત આવ્યો છે. 20 વર્લ્ડ કપ પૂરો થતાં જ તેણે પણ વિદાય લીધી છે.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. વિરાટ, રોહિત અને રાહુલનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચ પહેલા રાહુલ દ્રવિડનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ દ્રવિડે પોતાની સફર વિશે વાત કહી હતી. તેણે આ વીડિયોમાં કહ્યું હતું કે મને ખુબ જ મજા આવી છે. રાહુલે આ વીડિયોમાં કહ્યું કે મને એક કાર્ય શિખવાનો મોકો મળ્યો છે.
I am an early 90’s kid! This is my moment!#RahulDravid pic.twitter.com/jYqnnhlWii
— Maitreyi Shrikant Jichkar (@MaitreyiJichkar) June 29, 2024
આ પણ વાંચો: T20 World Cup Final ખતમ થતાં જ ટીમ ઈન્ડિયાનો સાથ છોડી દેશે આ દિગ્ગજ ખેલાડી
મારી પાસે શબ્દો નથી
ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતનારી ભારતીય ટીમ પર કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી,એક ખેલાડી તરીકે હું ટ્રોફી જીતવામાં ભાગ્યશાળી ન હતો પરંતુ મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ સાથે તેણે કહ્યું કે મને ટીમના કોચ બનવાની તક મળી હતી. બધાએ સારૂં પ્રદર્શન કર્યું છે.