આ તેલને માથામાં નાંખો, વાળ ખરવાનું બંધ થઈ જશે
Rosemary Oil For Hair: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળની સમસ્યા હોય છે. તમને સવાલ થતો હશે કે માથામાં ક્યું તેલ નાખવું કે જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થાય. તમારે વાળની સમસ્યા દૂર કરવા માટે રોઝમેરી ઓઈલનો ઉપયોગ કરવાનો રહેશે. આ તેલના થોડા ટીપાં પણ તમે નાંખશો તો પણ તમારા વાળ ખરતા બંધ થઈ જશે.
વાળના વિકાસ માટે રોઝમેરી તેલનો ઉપયોગ આ રીતે કરો
રોઝમેરી વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તમે બીજા તેલની સાથે રોઝમેરી તેલને મિક્સ કરીને માથામાં નાંખી શકો છો. જે પણ તેલ માથામાં નાંખો છો તેમાં 5-6 ટીપાં રોઝમેરી તેલના નાંખો. આ પછી તમારે તેને 1-2 કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂ કરો.
રોઝમેરી તેલના ફાયદા
રોઝમેરી તેલ વાળમાં લગાવવાથી માથામાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. રોઝમેરી તેલ લગાવવાથી માથાની ચામડીની સમસ્યા હોય કે પછી ખોડો હોય તો પણ તમને રાહત મળે છે. આ તેલ નાંખવાથી તમારા માથામાં આવતી ખંજવાળમાંથી રાહત મળે છે. રોઝમેરી તેલ લગાવવાથી વાળની લંબાઈ વધે છે. રોઝમેરી તેલ લગાવવાથી વાળની લંબાઈ અને જાડાઈમાં વધારો થાય છે.
આ પણ વાંચો: ઘરમાં ફરતા વંદાથી કંટાળી ગયા હોવ તો આ રહ્યો ઘરગથ્થું ઉપાય
રોઝમેરીના પાંદડાનો ઉપયોગ
જો તમે ઇચ્છો તો, તમે તમારા વાળમાં લીલા રોઝમેરીના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે પાણીમાં પાંદડાઓને ઉકાળવાના રહેશે. હવે તમારે એક બોટલમાં આ પાણી નાંખવાનું રહેશે. હવે આ પાણીને હેર સ્પ્રેની જેમ વાળમાં તમારે લગાવવાના રહેશે. તમે આ પાણીથી વાળને ધોઈ પણ શકો છો.