શુબમન ગિલ અને સંજુ સેમસનની આજે પ્લેઇંગ ઈલેવન કેવી રહેશે?
IPL 2024: આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાવાની છે. રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ ઉપર આજની મેચ રમાવાની છે. સવાઈમાન સિંહ સ્ટેડિયમમાં આજે મહામુકાબલો થવાનો છે.
મેચ માટે તૈયાર છે
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સની ટીમ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ આજની બીજી મેચ રમવા માટે તૈયારીઓ કરી લીધી છે. રાજસ્થાની ટીમ આ વખતની સિઝનમાં સતત આગળ જોવા મળી રહી છે. તો બીજી બાજૂ ગુજરાતની ટીમનું પણ સારૂ પ્રરદર્શન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે આજની મેચ કેવી રહેશે અને કઈ પ્લેઈંગ ઈલેવન સાથે બંને ટીમો મેદાનમાં ઉતરી શકે છે આવો જાણીએ.
આ પણ વાંચો: કમિન્સને પછાડીને અર્શદીપ આગળ, બનાવ્યો આ નવો રેકોર્ડ
ટીમ વધુ મજબૂત દેખાશે
રાજસ્થાન રોયલ્સના જોરદાર બોલરોમાં સંદીપ શર્માનું નામ આવે છે. પરંતુ ટીમને છેલ્લી બે મેચથી તેનો ફાયદો થયો નથી. તેની તબિયત ખરાબ હોવાના કારણે તે મેચમાં જોડાય શક્યો ના હતો. પરંતુ હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે તે સ્વસ્થ થઈ ગયો છે. હવે તે ફિટ છે. જેના કારણે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. તો બીજી બાજૂ ગુજરાતની ટીમ ડેવિડ મિલરની રાહ જોઈ રહી છે. મજબૂત ખેલાડીમાં ડેવિડને ગણવામાં આવે છે. પરંતુ છેલ્લી બે મેચમાં તે રમી શક્યો નથી. ડેવિડની જગ્યાએ કેન વિલિયમસનને તક આપવામાં આવી હતી. જોકે તે મેચમાં સારું પ્રરદર્શન કરી શક્યો ના હતો. રિદ્ધિમાન સાહાએ છેલ્લી મેચ રમી ના હતી. જો આ બંને ખેલાડી મેચમાં જોડાશે તો ટીમ વધુ મજબૂત દેખાશે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન: નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, દર્શન નલકાંડે, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કેન વિલિયમસન, શરથ બીઆર (વિકેટકીપર), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઈમ્પેક્ટ પ્લેયર: મોહિત શર્મા
રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન: જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ, ઈમ્પેક્ટ પ્લેયર: શુભમ દુબે