News 360
April 1, 2025
Breaking News

રિયાન પરાગને મળવા માટે ફેન પહોંચ્યો મેદાનમાં, પગ સ્પર્શ કર્યા અને રિયાનને ગળે લગાવ્યો

RR vs KKR: ગુવાહાટીના મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનની ટીમને બીજી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંરતુ આ વચ્ચે રાયનને મળવા એક ચાહક સુરક્ષા તોડીને મેદાન વચ્ચે પહોંચી ગયો હતો. ચાહકે રાયનના પગ સ્પર્શ્યા અને તેને ગળે પણ લગાવ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: SRH vs LSG વચ્ચે આજે મહામુકાબલો, જાણો આ મેચ કોણ જીતશે

ચાહકે રાયનના પગ સ્પર્શ્યા
રિયાન પરાગ ઇનિંગની 12મી ઓવર નાખવા આવ્યો હતો. આ સમયે એક ચાહક ઝડપથી તેની તરફ દોડતો આવ્યો હતો. આ સમયે રિયાન રાજસ્થાનના કેપ્ટનને ગળે લગાવે છે. આ પછી સુરક્ષા કર્મચારીઓ ત્યાં પહોંચે છે અને ચાહકને બહાર કાઢે છે. IPL 2025 માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ ચાહકે પોતાના મનપસંદ ક્રિકેટરને મળવા માટે સુરક્ષા ઘેરાબંધી તોડી છે. આ પહેલા વિરાટને મળવા એક ફેન મેદાનમાં આવી પહોંચી ગયો હતો.