July 1, 2024

Rule Change: EPFOના લાખો સભ્યો માટે ખુશખબર, પેન્શનને લઈને બદલાયો નિયમ

Rule Change: EPFOના લાખો સભ્યોના પેન્શનને લઈને મોટો નિયમ બદલાયો છે. 6 મહિના પહેલાં યોજના છોડી ચૂકેલા લોકોને ઉપાડની સુવિધા આપવામાં આવી ન હતી. જોકે હવે આ નિયમ બદલાઈ ગયો છે.

સ્કીમ છોડનારા લોકોની સંખ્યા વધુ
કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ1995માં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 મહિનાથી ઓછા સમય માટે યોગદાન આપનાર સભ્યો પણ પૈસા ઉપાડી શકશે. દર વર્ષે લાખો EPS સભ્યો પેન્શન માટે જરૂરી 10 વર્ષની યોગદાન સેવા પૂરી કર્યા પહેલા યોજના છોડી દેતા હોય છે. તેમાં પણ 10 વર્ષ પુર્ણ થવામાં 6 મહિના જેટલો સમય બાકી રહ્યો હોય તેવા લોકોની સંખ્યા વધારે છે. જોકે હવે આ નિયમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. સરકારે લોકોને મોટી રાહત આપી છે. જેમાં નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે જેઓ 6 મહિનાથી ઓછી યોગદાન સેવા પછી યોજના છોડી દે છે. આ સાથે ઉપાડનો લાભ સભ્યએ કેટલા મહિનાની સેવા કરી છે અને પગારમાં આપેલી EPSની રકમ પર નિર્ભર રહેશે. આ ફેરફારના કારણે 23 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.

પહેલા શું નિયમ હતો?
અત્યાર સુધી ઉપાડના લાભની ગણતરી પૂર્ણ થયેલા વર્ષોમાં યોગદાન સેવાના સમયગાળા અને EPS યોગદાન ચૂકવવામાં આવેલ પગારના આધારે આપવામાં આવતું હતું. ટૂંકમાં કહીએ તો જે લોકો 6 મહિના કે તેથી વધુ સમય માટે યોગદાન આપતા પહેલા સ્કીમ છોડી દીધી હતી તેમને કોઈ ઉપાડનો લાભ મળતો ના હતો. સરકારી આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 6 મહિનાથી ઓછી યોગદાન સેવાને કારણે ઉપાડ લાભના લગભગ 7 લાખ દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આ કાર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

EPS એટલે શું છે?
હવે તમને સવાલ થતો હશે કે EPS એટલે શું? તમને જણાવી દઈએ કે આ એક પેન્શન યોજના છે જેનું સંચાલન EPFO ​​કરે છે. આ યોજના હેઠળ, 10 વર્ષ સુધી યોગદાન આપવું પડશે. નિવૃત્તિ પછી પેન્શનના હકદાર બનો છો. પરંતુ હવે કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ1995માં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 મહિનાથી ઓછા સમય માટે યોગદાન આપનાર સભ્યો પણ પૈસા ઉપાડી શકશે.