એસ જયશંકરે UAE Presidentના સલાહકાર અનવર મોહમ્મદ ગર્ગશ સાથે કરી મુલાકાત
S Jaishankar UAE Visit: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ત્રણ દિવસના પ્રવાસે છે. જયશંકરની મુલાકાતનો હેતુ UAE જેવા પ્રભાવશાળી ગલ્ફ દેશો સાથે ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાનો છે. આ દરમિયાન, વિદેશ મંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકારને મળ્યા છે. આ મુલાકાત અંગે, જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને કહ્યું, “આજે સવારે યુએઈના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અનવર મોહમ્મદ ગર્ગાશને મળીને આનંદ થયો. અમારી ખાસ ભાગીદારી અને તેની આગળની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી.”
જયશંકરે BAPS હિન્દુ મંદિરનો ઉલ્લેખ કર્યો
જયશંકરે દ્વિપક્ષીય સંબંધોની કેટલીક સિદ્ધિઓની ચર્ચા કરતા કહ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરારથી વેપાર અને રોકાણમાં વધારો થયો છે. સ્થાનિક ચલણ વેપાર વ્યવસ્થા અને ફિનટેક મિકેનિઝમ નોંધપાત્ર રહ્યા છે. તેમણે કહ્યું કે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર બહુલતા, સંવાદિતા અને સહિષ્ણુતાના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે.
Nice to meet @AnwarGargash, Diplomatic Advisor to the President, UAE this morning.
Discussed our special partnership and its further progress.
🇮🇳🇦🇪 pic.twitter.com/W0OChrkHux
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 28, 2025
એસ જયશંકરે સાચી મિત્રતાનો ઉલ્લેખ કર્યો
અગાઉ, એસ જયશંકરે કહ્યું હતું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને વિશ્વ જે જટિલ અને બદલાતા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, તેનાથી ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સહયોગ વધુ ગાઢ બનશે. અબુ ધાબીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું હતું કે, “વિશ્વ એક જટિલ અને અસ્થિર તબક્કામાં પ્રવેશી ગયું છે કારણ કે વૈશ્વિક વ્યવસ્થા ખરેખર બદલાઈ રહી છે. આવી પરિસ્થિતિઓમાં, નવી તકો ઊભી થાય છે અને સાચી મિત્રતા બંધાય છે.”
‘આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ મજબૂત કરવામાં આવશે’
જયશંકરે કહ્યું હતું કે, “જ્યારે આપણે વૈશ્વિક પરિદ્રશ્ય પર નજર કરીએ છીએ, ત્યારે ઘણી બધી બાબતો બંને દેશોને એકસાથે લાવે છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આંતરરાષ્ટ્રીય મંચો પર આપણો સહયોગ વધુ મજબૂત બનશે. મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે યુએઈને પોતાનું બીજું ઘર માનતા ભારતીયોની સંખ્યા 2015 માં 25 લાખથી વધીને હવે 40 લાખથી વધુ થઈ ગઈ છે. “આ આંકડાઓ આજે આપણા સંબંધોમાં રહેલી ઉષ્મા અને સૌહાર્દને દર્શાવે છે.”