November 21, 2024

કોણ છે સાબરકાંઠા-અરવલ્લીના લોકસભા ઉમેદવાર ભીખાજી ઠાકોર?

sabarkantha aravalli lok sabha candidate bhikhaji thakor all details

ભીખાજી ઠાકોર - ફાઇલ તસવીર

સંકેત પટેલ, અરવલ્લીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપે બે યાદી જાહેર કરી છે. જેમાંથી બીજી યાદીમાં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. મૂળ મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોર હીરા ટીંબા ગામના વતની છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં 1998થી જવાબદારી નિભાવતા હતા અને હાલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. તેમજ સાબરકાંઠા બેન્કમાં વાઇસ ચેરમેન છે.

આ ઉપરાંત અગાઉ જિલ્લા પંચાયતમાં જિલ્લા સદસ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ભીખાજી ઠાકોરને લોકસભા 2024 માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કમલમમાં બંને જિલ્લાના ધારાસભ્યો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોડાસા કમલમમાં મોટી સંખ્યામાં સમર્થકો ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

સાબરકાંઠા સાંસદ ભીખાજી ઠાકોરનો ટૂંકો પરિચય

  • નામ – ભીખાજી દુધાજી ઠાકોર ( ડામોર)
  • સરનામું – હીરા ટીંબા, બાંઠીવાડા, મેઘરજ, અરવલ્લી
  • અભ્યાસ – ધોરણ 10 પાસ
  • સંગઠન ક્ષેત્રે કામગીરી 1998થી 2005 સાબરકાંઠા જિલ્લા કારોબારી સભ્ય
  • 2005થી 2008 મહામંત્રી બક્ષીપંચ મોરચો, સાબરકાંઠા જિલ્લો
  • 2008થી 2011 પ્રમુખ બક્ષીપંચ મોરચો, સાબરકાંઠા જિલ્લો
  • 2011થી 2012 ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લો ભાજપ
  • 2013થી 2016 મહામંત્રી અરવલ્લી જિલ્લા ભાજપ
  • 2016થી 2019 પ્રમુખ બક્ષીપંચ મોરચો અરવલ્લી જિલ્લો
  • 2020થી 2024 મહામંત્રી અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યરત

રાજકીય ક્ષેત્ર કામગીરી

  • 2000થી 2005 – સદસ્ય, સાબરકાંઠા જિલ્લા પંચાયત તરીકે સેવા આપી
  • 2005થી 2010 – સદસ્ય, સાબરકાંઠા જિલ્લા પંચાયત તરીકે સેવા આપી, આ દરમિયાન આરોગ્ય સમિતિ ચેરમેન તથા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી છે.
  • 2015થી 2020 – સદસ્ય, અરવલ્લી જિલ્લા ભાજપ તરીકે સેવા આપી
  • સહકારી ક્ષેત્રે કામગીરી
  • 2004થી 2019 મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે કાર્યરત
  • 2016થી 2020 મેઘરજ તાલુકા સ,ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તરીકે
  • 2021થી વાઇસ ચેરમેન મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કાર્યરત
  • 2017થી 2023 વાઇસ ચેરમેન અરવલ્લી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કાર્યરત
  • 2022થી ચેરમેન ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ મેઘરજમાં કાર્યરત
  • 2013થી વાઇસ ચેરમેન સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લી કાર્યરત