ઇડરમાંથી ડુબલીકેટ ફૂડ ઇન્સ્પેક્ટર સામે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Sabarkantha Crime: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે ડુબલીકેટનો જમાનો આવ્યો હોય તેમ ડુબલીકેટ કોર્ટ ડુબલીકેટ જજ ડુબલીકેટ અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે સાબરકાંઠાના ઇડરમાં ગતરોજ ડુબલીકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો. જોકે સ્થાનિક વેપારીઓને શંકા જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
જીનવટ ભરી તપાસ હાથધરી
સાબરકાંઠાના ઇડરમાં ગતરોજ પાટણના એક યુવકે અચાનક ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી સ્થાનિક કરિયાણા ના વેપારીઓ પાસેથી રૂપિયા 1500 ની માગણી કરી હતી. જોકે સ્થાનિક વેપારીઓને આ મામલે શંકા જતા તેનું આઈકાર્ડ સહિતની વિગતો માગતા આવેલ યુવક ભાગી પડ્યો હતો. આકાશ વાઘેલા નામનો યુવક મૂળ પાટણનો હતો જેને પોતે ડુબલીકેટ ફૂડ અધિકારી હોવાનું જણાવી ઈડરની તાલુકા ખરીદ વેચાણ સંઘ વિસ્તારની વિવિધ દુકાનોમાં મુલાકાત લીધી હતી. તેમજ પોતે ફ્રુડ ઇસ્પેક્ટર હોવાનું જણાવી ગંદકી સહિતની બાબતોની નોંધ કરી હતી. સાથો સાથ વેપારીઓ પાસેથી રૂપિયા 1500 ની માગણી કરી હતી. જોકે સ્થાનિક વેપારીઓને શંકા જતા તેમણે યુવકનું ઓળખપત્ર માગી અન્ય વિગતો તપાસતા પોતે ડુબલીકેટ હોવાનું જણાય આવતા તેને ઝડપી ઇડર પોલીસ મથકે મોકલી આપ્યો હતો. સાથો સાથ ઇડર પોલીસે પણ આ મામલે જીનવટ ભરી તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો, આ ખેલાડીને આવી ગયો તાવ
ડુબલીકેટની ઓળખ કરવી મુશ્કેલ
સામાન્ય રીતે સાચા વ્યક્તિની ઓળખ અને ડુબલીકેટની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. તેવા સમયે સંજોગે ઇડરમાંથી ઝડપાયેલા નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ને ઝડપી લઇ તેને પોલીસ સુધી પહોંચાડ્યા બાદ સ્થાનિક વેપારીઓએ પણ પોતાની વેદના રજુ કરી હતી. જોકે સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા ડુબલીકેટ ફૂડ ઇન્સ્પેક્ટર સામે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વેપારીઓએ પણ આવનારા સમયમાં અધિકારીઓને ચોક્કસ પૂરક પત્ર સહિત વિવિધ બાબતે રજૂઆત કરવા જણાવી છે. એક તરફ નાના મોટા દરેક શહેરોમાં દિન પ્રતિદિન ઠગાઈના બનાવો વધી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રને જાગૃત થવા પણ કહેવાયું છે જોકે આ મામલે આગામી સમયમાં ગુજરાતના પ્રજાજનો કેટલા જાગે છે એ પણ મહત્વનું બની રહે છે. હાલ પૂરતું ઈડરમાં પાટણના ઝડપાયેલા યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે અન્ય કોઈ યુવક ડુબલીકેટ અધિકારી બનવાનો પ્રયાસ ન કરે તેવી કાર્યવાહી થાય તેવું સ્થાનિકો ઝંખી રહ્યા છે.