January 9, 2025

સાબરકાંઠામાં HMP વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, ગાંધીનગર સેમ્પલ મોકલાવ્યાં

સાબરકાંઠાઃ HMP વાઇરસનો સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. આ મામલે CDHOએ માહિતી આપતા જણાવ્યું છે કે, ‘પ્રાંતિજ તાલુકાના બાળકના ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા હતા.’

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘પ્રાઈવેટ હોસ્પિટલનું સેમ્પલ સામે આવ્યું છે પણ અપડેટ લેવાઈ રહ્યા છે. બીજે મેડિકલ અને ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં સેમ્પલ કન્ફર્મ કરવા માટે મોકલી રહ્યા છે. હિંમતનગરની બેબીકેર નામની ખાનગી હોસ્પિટલ દ્વારા આ મામલે જાણ કરવામાં આવી હતી. ત્યારે હાલ તંત્ર દ્વારા HMPV પોઝિટિવ કેસને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે.’