સાબરકાંઠા સામુહિક આપઘાતનો મામલો, પતિ-પત્નીના મોત; 3 બાળકો સારવાર હેઠળ

Sabarkantha: સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારનો સામૂહિક આપઘાત મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવી હતી. જોકે, સમગ્ર પરિવાર વડાલી બાદ ઈડરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમીયાન ગત રાતે પતિનું મોત થયું હતું. ત્યારે આજે પત્નીનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર સાબરકાંઠામાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવી હતી. જેમા પતિ-પત્નીના મોત નીપજ્યા છે. બન્ને મૃતકોના મૃતદેહ પીએમ અર્થે હિમ્મતનગર સિવિલ હોસ્પિટલ મોકવામાં આવ્યા છે. જોકે, હાલ બાળકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ સામુહિક આપઘાત કરવાનું પાછળનું કારણ જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નવસારી: મટવાડ- સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટી, મહાપ્રસાદ લીધા બાદ થઈ સમસ્યા