January 6, 2025

સચિન તેંડુલકર બન્યો પંતનો ફેન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી આ વાત

Rishabh Pant: ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 5મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પંતનું તેમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 3 વિકેટ પડ્યા પછી પંત મેદાનમાં આવ્યો હતો. તેણે રન બનાવવાની શરૂઆત કરી હતી. પંતે આ મેચમાં 184.85ના મજબૂત સ્ટ્રાઇક રેટથી 61 રનની ઇનિંગ રમી હતી. જેના વખાણ તેના ચાહકોની સાથે હવે સચિને પણ કર્યા છે.

આ પણ વાંચો: ઘરે જ બનાવો પ્રોટીન હેર માસ્ક, આવો જાણીએ પ્રોટીન હેર માસ્ક કેવી રીતે બનાવશો?

સચિન પંતનો ફેન બની ગયો
સચિન તેંડુલકરે પોતાના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેણે પંતના ભારે વખાણ કર્યા છે. મોટાભાગના બેટ્સમેનોએ 50 કે તેથી ઓછાના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે. પંતની 184ના સ્ટ્રાઈક રેટ સાથેની ઈનિંગ્સ ખરેખર નોંધપાત્ર છે. તેને બેટિંગ કરતા જોવાનું હંમેશા મનોરંજક હોય છે. કેવી પ્રભાવશાળી ઇનિંગ્સ!