November 22, 2024

સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી વર્ષોથી નિવૃત્તિ લીધી, છતાં કમાણી દિવસેને દિવસે કેમ વધે છે?

Sachin Tendulkar Net Worth: સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી ઘણા વર્ષોથી નિવૃત્તિ લઈ લીધી છે. આમ છતાં સચિન હાલના સમયમાં પણ કરોડો કમાઈ રહ્યો છે. તેની ગણતરી સૌથી અમીર ક્રિકેટરોમાં આજે પણ થાય છે. તેણે એવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે કે જે આજ સુધી હજૂ સુધી કોઈ તોંડી શક્યું નથી. વર્ષ 2013માં તેણે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ એમ છતાં તેની કમાણીમાં કોઈ પણ અસર જોવા મળી નથી.

સચિન તેંડુલકરની કમાણી
સચિન તેંડુલકરે વર્ષ 2013માં સંન્યાસની જાહેરાત કરી હતી. વર્ષ 2020માં સચિનની કુલ સંપત્તિ 835 કરોડ રૂપિયા હતી. આ સંપત્તિ વધીને 2021માં 1,080 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે સચિનની નેટવર્થ 1400 કરોડ રુપિયા છે. હજૂ પણ તેની સંપત્તિમાં વધારો થઈ શકે છે. તેની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે તેનું કારણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર બૂસ્ટ જેવી ઘણી કંપનીઓ માટે એન્ડોર્સ કરે છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

કરોડો રૂપિયાની કમાણી
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હોવાના કારણે તે ઘણા પૈસા ચૂકવે છે. આ સિવાય સચિન તેંડુલકરની મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં ઘણી રેસ્ટોરાં છે. જેમાંથી તેને કરોડોમાં રુપિયા મળે છે. સચિન મુંબઈમાં જે ઘરમાં રહે છે તેની કિંમત 100 કરોડ રૂપિયા છે. તો સચિને ભારત માટે 200 ટેસ્ટ, 463 વનડે અને 1 T20 મેચ રમી છે. જેમાં તેણે અત્યાર સુધીમાં કુલ 100 સદી ફટકારી છે.