July 1, 2024

આ ખેલાડીએ T20I ક્રિકેટમાં ફટકારી સૌથી ઝડપી સદી

Sahil Chauhan Fastest Century: એસ્ટોનિયાએ બીજી T20I મેચમાં સાયપ્રસને 6 વિકેટે હાર આપી છે. એસ્ટોનિયન બેટ્સમેનોનું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. T20 ફોર્મેટને હંમેશા બેટ્સમેનની રમત ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ ફોર્મેટમાં બેટ્સમેન ઝડપથી રન બનાવે છે. એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે એવી રીતે બેટિંગ કરી કે જેને જોઈને બધા ચાહકો તો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ તેની સાથે ખેલાડી પણ ચોંકી ગયા.

સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે રન
એસ્ટોનિયન બેટ્સમેન સાહિલ ચૌહાણનું જબદસ્ત પ્રદર્શન જોવા મળ્યું છે. સાયપ્રસની સામે સાહિલ ચૌહાણે T20 ઈન્ટરનેશનલ મેચમાં 27 બોલમાં સૌથી ઝડપી ટી20 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 41 બોલમાં કુલ 144 રન બનાવ્યા હતા આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 18 છગ્ગા માર્યા હતા. મહત્વની વાત એ છે કે તેની સામે સાયપ્રસના બોલરો ટકી શક્યા ના હતા. તેણે નિકોલ લોફ્ટી ઈટનનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cupcમાંથી બહાર થતાં જ આ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

સૌથી ઝડપી સદી ફટકારનાર
T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીની વાત કરવામાં આવે તો સાહિલ ચૌહાણ- 27 બોલ ,જોન નિકોલ લોફ્ટી ઈટન- 33 બોલમાં, કુશલ મલ્લ- 34 બોલમાં, ડેવિડ મિલર- 35 બોલમાં, રોહિત શર્મા- 35 બોલમાં, સુદેશ વિક્રમશેખરા- 35 બોલ બનાવ્યા હતા. T20I મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો સાહિલ ચૌહાણ- 18 છગ્ગા, હઝરતુલ્લા ઝાઝાઈ- 16 છગ્ગા, ફિન એલન- 16 છગ્ગા, ઝીશાન કુકીખેલ- 15 છગ્ગા માર્યા હતા. સાહિલ ચૌહાણના કારણે જ એસ્ટોનિયન ટીમ વિજેતા મળી છે. આ મેચ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં 18 સિક્સર ફટકારી છે, જે સૌથી વધુ છે. તે વિશ્વના તમામ બેટ્સમેનોને પાછળ છોડીને નંબર વન પર પહોંચી ગયો છે.