MS ધોનીની પત્ની સાક્ષીએ ‘સિગારેટ’ પીધી?
Sakshi Dhoni Smoking: પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સતત ચર્ચામાં રહે છે. તેની સાથે તેની પત્ની પણ કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવે છે. આ વચ્ચે સાક્ષીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે તે સિગારેટ પી રહી છે. આવો તમને આ ફોટો પાછળનું સત્યું છે તે જણાવીએ.
In #KarishmaTanna 's insta story from Mykonos, and it seems that Mrs. Thala #SakshiDhoni wife of #MahendraSinghDhoni also smokes, and they both are attending the same event as Ms. #KritiSanon . pic.twitter.com/KnQEJ7wyAa
— PitchAndPopcorn (@RajnilSarma99) August 31, 2024
સાક્ષી કરી રહી છે ધૂમ્રપાન?
સાક્ષીનો ફોટો જોતાની સાથે ખબર પડી જાઈ છે કે આ ફોટો ભારતનો નથી. ફોટોમાં જોઈ શકાય છે કે તસવીરમાં સાક્ષી સિગારેટ સળગાવી રહી હતી. જોકે આ ફોટો જોઈને કહી શકાય નહી કે તે સાક્ષી છે. ફોટો જોઈને ચોક્કસ એવું લાગશે કે તે સાક્ષી છે અને તે ધૂમ્રપાન કરી રહી છે. આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. સાક્ષી ધોનીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામમાં કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગ્રીસમાં સુંદર મજા માણતી જોવા મળી હતી.
આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ
ધોનીનો હુક્કો પીતો વીડિયો
આવું પહેલી વાર નથી કે સાક્ષીનું નામ સિગારેટને લઈને ચર્ચામાં આવ્યું હોય. આ પહેલા પણ ઘણી વાર આવી ગયું છે. ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હુક્કો પી રહ્યો હતો. ધોનીના આ વીડિયોને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી. આ વડિયોમાં ધોનીની સાથે તેના મિત્રો જોવા મળી રહ્યા હતા.