ગુજરાતના આ ગામમાં અનોખી પરંપરા, દેવી-દેવતાના લગ્ન બાદ જ લોકોના થાય છે લગ્ન
નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટા ઉદેપુર જીલ્લાનાં કવાંટ તાલુકાનું સમલવાંટ એક એવું ગામ છે કે, જયાં ગામમાં અખાત્રીજની રાત્રે આખા ગામના લોકો ગામની નદીના કિનારે એકઠાં થાય છે, જયાં સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ એક મહુડાનાં પાનમાંથી ડામરીયા કુળ ગોત્રમાંથી અંબુડીયા દેવની પ્રતિકાત્મક આકૃતિ બનાવવા માં આવે છે, તો કનાસીયા ગોત્રમાંથી અંબુડી દેવીની પ્રતિકાત્મક આકૃતિ બનાવવા માં આવે છે.
નદીના એક કિનારે વર પક્ષ તો બીજા કિનારે કન્યા પક્ષનાં લોકો લગ્ન ગીતો ગાય છે અને નદીની વચ્ચે લગ્ન યોજવામાં આવે છે, જયાં ગામનાં રીતિ રિવાજ મુજબ દેવોનાં લગ્ન યોજવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે લાખોની સંખ્યામાં ગપ્પી માછલીઓનો ઉછેર કેમ કર્યો
સમલવાંટ ગામનાં લોકોનાં વડવા ઓની માન્યતા મુજબ અખાંત્રીજનાં દીવસે દેવી દેવતાનાં લગ્ન યોજાયા બાદ જ ગામ માં લગ્ન યોજાવાની પરંપરા રહી છે, ગામમાં જો કોઈ આ પરંપરાનું ઉલંઘન કરી દેવોનાં લગ્ન યોજાય એ પહેલાં લગ્ન લે તો તેઓનું લગ્ન જીવન ટકતું નથી, આ માન્યતા ને લઇ ને જીલ્લાનાં બધા જ ગામોમાં લગ્ન પ્રસંગો પૂર્ણતાનાં આરે હોય ત્યારે આ ગામનાં લોકો લગ્ન લેવાની શરૂઆત કરતાં હોય છે જે વરસતાં વરસાદમાં પણ આ ગામ માં લગ્ન પ્રસંગો ઉજવાતા હોય છે.
છોટા ઉદેપુર જીલ્લાનાં તમામ ગામોમાં અખાત્રીજ સુધીમાં લગ્ન પ્રસંગો પૂર્ણ થતાં હોય છે ત્યારે આ સમલવાંટ જ એક એવું ગામ છે કે જયાં સદીઓ જૂની પરંપરા મુજબ અખાત્રીજનાં દીવસે દેવી દેવતાનાં લગ્ન યોજાયા બાદ લગ્ન પ્રસંગો શરૂ કરવાની અનોખી પરંપરા ને અનુસરી રહ્યા છે.