December 21, 2024

ASIની ટીમ બીજા દિવસે ટીમ પહોંચી કલ્કી વિષ્ણુ મંદિર, કૃષ્ણ કુવાનો થશે સર્વે

Sambhal ASI Survey: યુપીના સંભલમાં એએસઆઈનો સર્વે કરાઈ રહ્યો છે. આજે બીજા દિવસે પણ ટીમ કલ્કી વિષ્ણુ મંદિરમાં પહોંચી છે. 46 વર્ષ બાદ ખુલેલા મંદિરનો સર્વે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Jaipur Tanker Blast Videos: ભૂલથી પણ પ્લે ન કરતા આ વીડિયો, રાત્રે ઊંઘ નહીં આવે

વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચી
ભારતના પુરાતત્વ વિભાગ એટલે કે ASI ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પહોંચીને તપાસ કરી રહી છે. આજે આ તપાસનો બીજો દિવસ છે. ASIની ટીમ સંભલના પ્રાચીન કલ્કિ વિષ્ણુ મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચીને તપાસ કરી રહી છે. આ દરમિયાન મંદિરમાંથી ઘણા સેમ્પલ પણ લીધા છે. 46 વર્ષ પછી ખુલેલા આ મંદિરમાંથી શિવ મંદિર અને કેમ્પસમાં સ્થિત કૂવાના નમૂના લીધા હતા. 5 તીર્થસ્થળો અને 19 કુવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં સર્વે 8-10 કલાક ચાલ્યો હતો.