સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત

પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્મતામાં 6 લોકોના મોત નીપજ્યા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સમીના વચ્છરાજ હોટલ નજીક રાધનપુરથી હિંમતનગર તરફ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેને લઈ એસટી બસની અડફેટે આવેલી રીક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. તેમજ 6 લોકોના મોત નીપજતાં હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ક્રેનની મદદથી મૃતકોને બહાર કાઢી પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
સમી-રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાતા MLA લવિંગજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ તમામ મૃતકો રાધનપુરના વાદી વસાવતના હોવાનું સામે આવ્યું છે.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઘટનાને વખોડી હતી. તેમને જણાવ્યું કે, મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ છે. તેમજ મૃતકોને સરકાર દ્વારા સહાય મળે તે માટે તેઓ રજૂઆત કરશે.