January 20, 2025

ફાંસી કે આજીવન કેદ… કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં આજે સંજય રોયને સંભળાવશે સજા

Kolkata: કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં સંજય રોયને આજે સજા સંભળાવવામાં આવશે. શનિવારે સિયાલદાહ કોર્ટે સંજયને દોષિત ઠેરવ્યો હતો. સીબીઆઈએ ગુનેગારને મૃત્યુદંડની સજાની માંગ કરી છે. હવે સંજય પાસે મૃત્યુદંડ અથવા આજીવન કેદનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈ ગુનેગાર માટે સૌથી કડક સજાની માંગ કરશે. એ સ્પષ્ટ છે કે સીબીઆઈ કોઈપણ કિંમતે તેને ફાંસી અપાવવાનો પ્રયાસ કરશે.

બીજી તરફ, સંજય રોયના વકીલ માનવતાવાદી ધોરણે તેમને આજીવન કેદની સજા આપીને મુક્તિ માટે અપીલ કરશે. 9 ઓગસ્ટ 2024 ના રોજ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર પર નિર્દયતાથી દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. પહેલા તેના પર દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરવામાં આવી. સીબીઆઈ કોર્ટે ગયા વર્ષે 12 નવેમ્બરના રોજ બંધ રૂમમાં સુનાવણી શરૂ કરી હતી.

કોલકાતા કેસમાં આજે સજા જાહેર થશે
57 દિવસ પછી, સિયાલદહ જિલ્લા કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે આરોપીને દોષિત જાહેર કર્યા છે. સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ કેસમાં આરોપી સંજય રોય દોષિત ઠરે છે. કોર્ટે ફોરેન્સિક રિપોર્ટ પર આધાર રાખ્યો. આ અંતર્ગત કોર્ટે સંજય રોયને આ કેસમાં દોષિત ઠેરવ્યા. આ કેસમાં કોર્ટ આજે સંજય રોયને સજા સંભળાવશે.

આ પણ વાંચો: એક ભૂલના કારણે ઝડપાયો સૈફ અલી ખાન પર હુમલો કરનાર… મુંબઈ પોલીસે કર્યો મસમોટો ખુલાસો

શનિવારે, જ્યારે સિયાલદાહ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યા, ત્યારે સંજયે જજને કહ્યું કે હું દોષિત નથી. મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 64,66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય પર સેમિનાર રૂમમાં ઘૂસીને ડોક્ટર પર હુમલો કરવાનો અને તેની હત્યા કરવાનો આરોપ છે.