October 16, 2024

સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

Sanju Samson: સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત અપાવવામાં સંજુ સેમસનનું ખાસ અને મહત્વનું યોગદાન રહ્યું હતું. તમને જણાવી દઈએ કે તેણે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. સંજુ કેરળના તિરુવનંતપુરમનો છે. આ શહેરના સાંસદ થરૂરે તેમનું ખૂબ જ ખાસ રીતે સ્વાગત કર્યું હતું. થરૂરે ભારતીય ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસને શાલ ભેટમાં આપી છે.

તસવીરો કરી શેર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફોટા શેર કર્યા છે. જેમાં તે સંજુને શાલ આપી રહ્યા છે અને હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાને તેઓ હાથ પણ મિલાવી રહ્યા હતા. આ પોસ્ટના કેપ્શનમાં શશિએ લખ્યું કે “હું એક હીરોને આવકારવા માટે ઉત્સાહિત અનુભવું છું. શાનદાર સદી ફટકારીને તે તિરુવનંતપુરમ પરત આવ્યો છે. તેના સન્માનમાં મે આજે તેને શાલ આપી છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે શશિ થરૂર સંજુ સેમસનના મોટા ફેન છે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

સંજુ સેમસને તોફાની સદી
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં તોફાની સદી ફટકારી હતી. સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેની તોફાની સદીના કારણે ટીમ ઈન્ડિયાને આટલી શાનદાર જીત મળી હતી. તેણે 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ શાનદાર જોવા મળ્યું હતું. તેણે 35 બોલમાં 75 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવાના કારણે બાંગ્લાદેશના બોલરો આ ખેલાડીઓ સામે ટકી શક્યા ન હતા.