July 7, 2024

વાયરસની પ્રયોગશાળા બન્યું ચીન, અલગ પ્રકારનો ઇબોલા વાયરસ બનાવ્યો

China Ebola virus Research: કોરોનાએ દુનિયાને થકાવી દીધી હતી. ત્યાં ફરી ચીનની હેબેઇ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અલગ પ્રકારનો ઇબોલા વાયરસ બનાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસમાં એક એવું ખાસ પ્રોટીન ઉમેરવામાં આવ્યું છે જે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.

ખાસ પ્રોટીનનો ઉપયોગ
ચીનની હેબેઈ મેડિકલ યુનિવર્સિટીએ ખુબ ખતરનાક વાયરસ બનાવ્યો છે. જેમાં ઇબોલા પ્રોટીન દાખલ કરવામાં આવ્યું છે. આ વાયરસના કારણે સરળતાથી ચેપ લાગી શકે છે. આ સંશોધન ઇબોલા વાયરસથી આંખમાં અસર થઈ શકે છે. આ સંશોધન ચિંતાજનક છે કારણ કે લેબમાંથી કોરોના વાયરસની જેમ આ વાયરસ પણ લીક ​​થવાની સંભાવના છે.

 

ચીનના વૈજ્ઞાનિકોનું શું કહેવું છે
આ વીશે ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રયોગશાળામાં ઈબોલાના લક્ષણોને જાણીને અને ફેલાતો અટકાવવાનો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સંશોધન ઇબોલાની સારવાર માટે નવી દવાઓ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે દુનિયામાં કોરોનાએ એવો હાહાકાર મચાવ્યો હતો કે જેનાથી સામાન્ય જનતા તો શું વૈજ્ઞાનિકો પણ ડરી ગયા હતા. જેના કારણે ચીનના વૈજ્ઞાનિકો કોઈ પણ પરિક્ષણ કરે છે ત્યારે ચોક્કસ ડર તો લાગે છે.

આ પણ વાંચો: હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય?

કોવિશિલ્ડ રસીની આડઅસર
કોરોનાની રોક માટે કોવિશિલ્ડ રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડના નિવેદનને કારણે હંગામો થયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે રસી લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ અહેવાલો વચ્ચે કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેકનું નિવેદન સામે આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે રસી બનાવવાનો પહેલો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા કરવાનો હતો.