સેકન્ડ હેન્ડ કાર ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? આ કામ તાત્કાલિક કરો

Second Hand Car: જો તમે જૂની કાર લેવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી તકેદારી રાખવી જોઈએ. જો તમે જૂની કાર લીધી છે તો તમારે કંઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ.

વાહનની માલિકી તમારા નામે કરાવો
વાહન નોંધણી માટે તમારે પ્રમાણપત્ર મેળવું જરૂરી છે. આવું કરવાથી તમે કાયદેસર કારના માલિક બનશો. આ માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. આ માટે તમારે ટ્રાન્સપોર્ટ પોર્ટલ પર જાવનું રહેશે. આ પછી તમારે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આવું થયા પછી તમને નવું નોંધણી પ્રમાણપત્ર મળશે. હવે તમારે RTO ઓફિસની મુલાકાત લેવાની રહેશે. હવે તમારે દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આવું કર્યા પછી તમને નોંધણી પ્રમાણપત્ર મળી રહેશે.

તમારી કાર સાફ કરો
કારને અંદરથી અને બહારથી બંને રીતે સારી રીતે સાફ કરો. કારને પોલિશ કરો જેથી પેઇન્ટ સુરક્ષિત રહે અને તે ચમકતી રહે. સીટ કવર, મેટ અને વાઇપર જૂના હોય તો નવા લગાવો જેથી મુસાફરી આરામદાયક રહે.

દસ્તાવેજોની સારી રીતે તપાસ કરો
જૂની કાર લીધા પછી તમારે વીમા પૉલિસી વિશે પ્રમાણપત્ર ચેક કરી લેવાનું રહેશે. જો તેની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો અધિકૃત કેન્દ્રમાંથી બનાવેલ નવું મેળવો.

આ પણ વાંચો: PSLમાં જોવા મળ્યો વિરાટ કોહલીનો ક્રેઝ, ફોટા થયા વાયરલ

તમારી કારમાં આ કરી લો તપાસ
વિશ્વસનીય મિકેનિક પાસેથી ખરીદેલી સેકન્ડ હેન્ડ કે જૂની કારની સંપૂર્ણ તપાસ કરાવો. જેમાં તમારે એન્જિન, બ્રેક્સ, ટાયર અને બેટરીની સ્થિતિ ચેક કરવાની રહેશે.