September 15, 2024

યાત્રાધામ અંબાજી ખાતે એક સપ્તાહમાં મળ્યું કરોડોના સોનાનું ગુપ્ત દાન

બનાસકાંઠા: માં દુર્ગાના 51 શક્તિપીઠોમાના એક એવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારથી જ અંબાજી મંદિર ખાતે દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે. ત્યારે, આજે મંગળવારના દિવસે અંબાજી ખાતે કરોડોના સોનાનું ગુપ્ત મતદાન કરવામાં આવ્યું છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે ભંડારો ખોલવામાં આવ્યો. ભંડારામાં કોઈ અજ્ઞાત માઈભક્તો દ્વારા કરોડોના સોનાનું ગુપ્ત દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. ભંડારામાં ચૂંદડીની અંદર બાંધીને ભક્તે ગુપ્ત દાન કર્યું છે. મહત્વનું છે કે દર મંગળવારે અંબાજી ખાતે માતાજીના ભંડારાની ગણતરી કરવામાં આવે છે. ત્યારે આજે પરંપરાગત રીતે ખોલવામાં આવેલા ભંડારામાં કરોડોના સોનાનું ગુપ્ત દાન મળ્યું છે.

દર અઠવાડિયે ખોલવામાં આવતા ભંડારામાં આજે સોનાનું ગુપ્ત દાન મળ્યું છે. એક અઠવાડિયામાં અંબાજી મંદિરને 1 કરોડના સોનાની ભેટ મળી છે. ભંડારામાં ગુપ્ત દાન તરીકે સોનાની ભેટ મળી છે. ત્યારે હવે અંબાજી મંદિર વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુપ્ત દાનમાં મળેલ સોનાનો ઉપયોગ અંબાજી મંદિરના સુવર્ણ કળશ માટે કરવામાં આવશે.