December 5, 2024

ચોથા સમન્સની તૈયારીમાં ED, કેજરીવાલનો કસોટીકાળ શરૂ

નવી દિલ્હી: ‘આપ કા ક્યા હોગા”… લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી માથે આફતના વાદળો જોવા મળી રહ્યા છે.  દિલ્હી દારૂ કૌભાંડમાં ED દ્વારા મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ બુધવારે ગઈ કાલે તારીખ 3-2-2024ના દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે ગયા ના હતા. આ પછી બુધવારે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠક અને દિલ્હી સરકારના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને આતિશીએ દાવો કર્યો હતો કે ED ગુરુવારે સવારે કેજરીવાલના ઘરે દરોડા પાડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ આવાસની બહાર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે. AAP નેતાઓ પાર્ટી કાર્યાલયમાં એકત્ર થવાનું પણ શરૂ કરી દીધું છે.

સૌરભ ભારદ્વાજે ‘X’ (ટ્વીટ) પર લખ્યું
સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડનો ભય AAP નેતાઓમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે ‘X’ (ટ્વીટ) પર લખ્યું, ‘સાંભળ્યું છે કે ED ગુરુવારે સવારે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે.’ જોકે ગઈ કાલે બુધવારે ત્રીજા સમન્સ પર પણ સીએમ અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ના હતા.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યાર બાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યાર પછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એક બાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા ના હતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.

આ પણ વાચો: અયોધ્યાના પથ પુષ્પોથી મહેકશે, 50 હજાર પ્લાન્ટથી થશે ડેકોરેશન