September 8, 2024

શેરબજાર લાલ રંગમાં ખુલ્યું, નિફ્ટી 24,550 થી લપસી ગયો, સેન્સેક્સ પણ ધડામ

Share Market Today: ગુરુવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. બેન્ચમાર્ક ઇક્વિટી ઈન્ડેક્સે ટ્રેડિંગ સેશનમાં નકારાત્મક શરૂઆત કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50.70 પોઈન્ટ ઘટીને 24,543 પર ખુલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 202 પોઈન્ટ ઘટીને 80,514 પર ખુલ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતમાં વ્યાપક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સિવાય બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 179 પોઇન્ટના ઘટાડા સાથે 52,218 પર ખુલ્યો હતો. LTIMindtree, ONGC, SunPharma, Apollo Hospitals અને Grasim Industries નિફ્ટી 50માં ટોપ ગેઇનર્સ તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ અને હિન્દુસ્તાન યુનિલિવર 18 જુલાઈના રોજ નિફ્ટી 50માં ટોપ લુઝર તરીકે ઉભરી આવ્યા હતા.

આ કંપનીઓ આજે F&O પ્રતિબંધ યાદીમાં
સમાચાર અનુસાર, બલરામપુર સુગર મિલ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝ, વેદાંત, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જીએનએફસી, હિન્દુસ્તાન કોપર અને આરબીએલ બેંક 18 જુલાઈના રોજ F&O પ્રતિબંધ હેઠળ રહેશે. આ પહેલા જો આપણે રોકાણકારોના વલણ પર નજર કરીએ તો, NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 16 જુલાઈ, 2024 ના રોજ રૂ. 1,271.45 કરોડના શેર ખરીદ્યા હતા. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 529.48 કરોડના શેર વેચ્યા હતા.

ક્રૂડના ભાવ
WTI ક્રૂડના ભાવ ગુરુવારે સવારે 0.55% વધીને $83.30 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.31% વધીને $85.35 પર હતા.